Gujarati Suvichar 

Gujarati Suvichar

ખાવા માં કોઈ જહેર ભેળવી દે

તો તેનો ઈલાજ છે

સાહેબ પણ કાન માં જહેર ફૂંકી જાય એનો કોઈ

ઈલાજ નથી

ભૂખ લાગે ત્યારે ખાવું તે પ્રકૃતિ,
પારકાનું પડાવીને ખાવું તે વિકૃતિ,
ભૂખ્યા રહીને બીજાને ખવડાવવું તે સંસ્કૃતિ.
પોતાની નિષ્ફળતા માટે બીજાને કારણભૂત માનવા કરતા
પોતાનામાં રહેલા દોષોને સુધારવામાં આવે એમાંજ શાણપણ છે.
વિચાર અને વિકાર એક વ્રુક્ષ નાં જ બે ફળ છે,
વિચાર ની દિશા બદલો, વિકાર ખુદ ભાગી જશે
સંપત્તિ પ્રયત્ન વગર અને રાતોરાત આવી શકે…
બાકી સંસ્કાર અને સમજણને આવતાં તો….
પેઢીઓ લાગે છે.
આભથી ઉંચે ઉડવાના વિચાર વ્યર્થ છે,
જ્યાં સુંધી આચાર સુધી પંખ ન પોહંચે
એ વિચારીને ફૂલે ગજ ગજ મારી છાતી,
હું ને મારી ભાષા બંને છીએ ગુજરાતી !!
સદા સૌમ્ય શી વૈભવે ઊભરાતી,
મળી માતૃભાષા મને #ગુજરાતી.
રમે અન્ય સખીઓ થકી દેઇ તાળી,
સુધા કર્ણ સીંચે ગુણાળી રસાળી.
કરે બોલતા જે ભર્યા ભાવ છાતી,
રમો માતૃભાષા મુખે ગુજરાતી.
મળી હેમઆશિષ, નરસિંહ-મીરાં,
થયા પ્રેમભટ્ટ ને અખો ભક્ત ધીંરા,
પૂજી નર્મદે કાન્ત ગોવર્ધને જે,
સજી ન્હાનલે કલ્પનાભવ્ય તેજે.
ધ્રુવા સત્ય-સાથી અહિંસા સુહાતી,
નમો ધન્ય ગાંધીગિરા ગુજરાતી.
ગામડામાં રહેનારની નજર શહેર તરફ છે
શહેરમાં રહેનારની નજર વિદેશ તરફ છે
વિદેશમાં જનારની નજર વિશ્વ તરફ છે
આ બધાય દુઃખી છે, પણ સાહેબ
જેની નજર પોતાના પરિવાર તરફ છે
એ સૌથી વધુ સુખી છે
દરેક મુશ્કેલી થી લડતા શીખ
આસું ઓન પીઇ ને હસતા શીખ
રાખ ઉમંગ મંઝિલ ને પામવાની
આ દુનિયા તકલીફ નો સાગર છે
તેમા ડુબીને બહાર નીકળતા શીખ
જો વ્યક્તિના ઇરાદા મક્કમ હોય તો
તે દરેક મુશ્કેલીનો સામનો કરીને
લક્ષ પ્રાપ્ત કરી શકે છે
કર્યા વગર કઈ મળતું નથી.
કરેલું ફોગટ જતું નથી.
કામ કરવાની શક્તિ
તારામાં છે,
કામ કરતો જા,
હાક મારતો જા.
મદદ તૈયાર છે.
મફતનું લઈશ નહિ,
નિરાશ થઈશ નહિ.
લઘુ ગ્રંથી બાંધીશ નહિ
બહુજ તેજ દિમાગ જોઇએ
ભૂલો ગોતવા માટે
પરંતુ એક સુન્દર દિલ હોવું જોઇયે
ભૂલ કાબુલ કરવા માટે
કોઈને હરાવવું  એ તો તદ્દન સરળ છે,
પરંતુ તમે કોઈને
દિલ થી  જીતી બતાવો
તે મહત્વનું છે
 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *