New Letest Gujarati Shayari & Sad Shayari Romantic Shayari
કંઈક એવો પ્રેમ પણ હોય છે મિત્રો,
હાથમાં હાથ નથી હોતાં ને,
આત્મા થી આત્મા બંધાયેલી હોય છે..!
અચાનક યાદ આવી જાય એવું પણ બને છે
પછી આંખ ભીની થાય એવું પણ બને છે
પડખાં ઘસી ઘસીને માંડ આંખ જ્યાં મળે
ને કાચી નિંદર ઉડી જાય એવું પણ બને છે
તમારાં લખેલ પત્રો કેટલીય વાર વાંચ્યા છે
ફરી વાંચવાં મન થાય એવું પણ બને છે
દ્વાર સુધી આવી ને ટકોરા મારવા ઇચ્છું
ને પગ પાછા વળી જાય એવું પણ બને છે.
જો મળી જાય બઘાને
મોહબ્બત ની મંઝીલ…
તો રાત ના અંઘારા મા
કોણ ચલાવશે પ્રેમ ની મહેફીલ..
દુ:ખ જેવું જગતમાં કશું છે જ નહી
પણ, બીજાનું સુખ જોવાતું નથી
એજ દુ:ખ છે જગતમાં.
દોડતા’તા ત્યારે લાગતું’તું કે
આપણા જેવું કોઈ સમર્થ નથી,
સહેજ નવરા પડ્યા ત્યારે લાગ્યું કે
આટલું દોડ્યા તેનો કોઈ અર્થ નથી…
પહેલાં પવનમાં કયાં હતી આટલી મહેક!
જરૂર રસ્તામાં તારી સાથે મુલાકાત થઈ હશે.
ઊતરી ગયા છે ફુલોના ચહેરા વસંતમાં,
તારા જ રૂપરંગ વિષે વાત થઈ હશે.
તું આટલી ધખધખતી લાગણીઓ ના મોકલ…
સળગતા કાગળને
ઠારવા અશ્રુ ખુટી પડે છે…
થઇ જશે બધી ઉંઘ પુરી જયારે અનંતની વાટ પકડશું,
માંડ માંડ મળ્યાં છે દોસ્તો,
થોડા ઉજાગરા કરવા દે,
નથી કરવા નફા-નુકશાનનાં સરવાળા બાદબાકી,
આજ મળી છે ખુશી,
મને એના ગુણાકાર કરવા દે,
મળી જેમને હું મારું અસ્તીત્વ પણ ખોઈ બેસું છું,
એવા મિત્રો માં મને તારો
સાક્ષાત્કાર તો કરવા દે,
Top Ten Shayari
તારા દરબારમાં ખબર નથી કેવી હશે જિંદગીની મજા ઈશ્વર,
પણ આજ તો જામી છે,
અહી સ્વર્ગ ની રંગત,…….માણવા દે,
અંતે તો તારા જ શરણમાં આવવું છે હે ઈશ્વર,
આજ મળેલા દોસ્તો સાથે
થોડી ગુફ્તગુ તો કરવા દે,
સાંભળ્યું છે બહુ લાંબી સફર હોય છે અનંતની યાત્રાની,
મને રસ્તે વાગોળી શકું એટલું
ભાથું તો બાંધવા દે.
કૈંક મજાનાં ગીતોમાં છું,
ટહુકામાં છું,