ગુજરાતી સુવિચાર | શ્રદ્ધા હોયને તો પુરાવા ની શી જરૂર સાહેબ

ગુજરાતી સુવિચાર | Gujarati Suvichar

કોઇપણ વસ્તું કે માણસની એટલી બધી અપેક્ષા ન રાખવી કે તેના વગર જીવી ના શકાય.

 

સિંહ અને વાઘ ખુબજ શક્તિશાળી છે. પણ શિયાળ ક્યારે સર્કસમાં કામ નથી કરતો. (શાંતિથી વિચારજો )

 

બસ દિલ જીતવાનો જ હેતુ રાખજો. કારણ કે…… દુનિયા જીતીને  પણ સિંકદર ખાલી હાથે જ ગયો.

 

તમે ભલે તમારા જીવનથી અસંતુષ્ટ હોવ. પણ ઘણા લોકો  એવા હશે જે તમારા જેવુ જીવન જીવવા તરસતા હશે.

 

કોઇને ‘ સારા ‘ લાગશો, કોઈને  ‘ ખરાબ ‘ લાગશો, પણ ચીંતા ના કરશો… જેવા જેના વિચારો હોય છે, તેવા જ તેના ‘ મૂલ્યાંકન ‘ હોય છે.

 

રેતી માં ઢોળાયેલ ખાંડ કીડી વીણી સકે પરંતુ હાથી નહિ તેથી ક્યારેય નાના માણસ ને નાનો ના ગણવો ક્યારેક નાનો માણસ મોટું કામ કરી જાય છે.☆

 

શ્રદ્ધા હોયને તો પુરાવા ની શી જરૂર સાહેબ…..

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *