
Gujarati Suvichar For Life
બધું છીનવાઈ જાય તો ચિંતા નહી કરવાની
બુદ્ધિ અને અનુભવ કોઈની તાકાત નથી છીનવી શકે
કુદરત બધાને હીરાજ બનાવે છે બસ ઘસાય છે એજ
ચમકે છે
હું એ નથી જે કોઈના જીવન ની વાર્તા બની જાઉં,
હું એ નથી કે કોઈની આંખના આંસુ બની જાઉં,
હું તો એક વહાલ નો દરિયો છું,
જેના જીવનમાં જાઉં તેની જીંદગી બની
હે રાધા વિચાર માત્ર પુલકીત કરી જાય મનને મારા,
જુદાઈ તારી વિચલિત કરી જાય મનને મારા.
લખાઈ જાય જો તૂ ભવોભવ માટે નસીબમાં,
તો આનંદ અલૌકિક મળી જાય મનને મારા.
કેટલાક સંબંધો જીવન સાથે વણાઈ જાયછે,
કેટલીક યાદો સ્વપ્ન બની ને રહી જાય છે,
લાખો મુસાફિર પસાર થઇ જાય તો પણ,
‘કોઈકના’ પગલા કાયમ માટે યાદ રહી જાય છે.
“મોત ને હું મુઠ્ઠી માં રાખું છું …
મારા હર એક શ્વાસ ને સાવ ધાન રાખું છું …
કોઈ મારા અરમાનોની હોળી શું કરશે … ગુજરાતી છું હું ,
દિલ માં જ સળગતું સમશાન રાખું છું ..!!
કૃપા બસ એટલી ઈશ્વર થવા દે,
તું મારા ઘર ને મારું ઘર થવા દે ઘણી મેહનત કરી છે જિંદગી ભર,
હવે પરસેવા ને અત્તર થવા દે…
પાનખરમાં વસંત થવું મને ગમે છે,
યાદોની વર્ષામાં ભીંજાવું મને ગમે છે,
આંખ ભીની તો કાયમ રહે છે,
તો પણ કોઈના માટે હસતા રહેવું ગમે છે.
તારી આંખોની પ્યાસ બનવા તૈયાર છું,
તારા દિલ નો ધબકાર બનવા તૈયાર છું,
તો જો આવી ને મને સજીવન કરે તો,
હું રોજ લાશ બનવા તૈયાર છું.
જીવનમાં સમયની સાથે ચાલવું પડે છે,
જે નામંજુર હોય તે જ કરવું પડે છે,
રોવાનો અધિકાર પણ નથી આપતું આ જગત,
ક્યારેક લોકોને બતાવવા માટે હસવું પણ પડે છે.
આજ ભુલો ને ભુલી શકીએ તો બસ છે,
આજ બે દિલો ને જો જોડી શકીએ તો બસ છે,
વેર-ઝેર ને નફરત ભરેલી આ દુનિયા માં,
પ્રેમ થી જીવી શકીએ જો બે પળ તો બસ છે.