Suvichar In Gujarati

Suvichar In Gujarati

કોઈ ને તમે તમારા બનાઓ તો દિલ થી

બનાવો જીભ થી નહીં 

અને કોઈ પર ગુસ્સો કરો તો જીભ થી 

કરો દિલ થી નહી 

કેમ કે સોઈમાં એજ દોરો પોર્વાઈ શકે છે 

જે દોરા માં ગાંઠ નથી હોતી 

કોઈ મળ્યું ચાંદ ની ચાંદની બની,

તો કોઈ મળ્યું મહેલો ની કહાની બની,

પણ જેને વસાવ્યા હતા આંખો માં,

તેજ જ વહી ગયા પાણી બની.

વિશ્વાસ ના ભીતર માં પ્રેમ હોય છે,

માનો તો આ બધા નસીબ ના ખેલ હોય છે,

બાકી લાખો આંખો જોયા પછી,

કોઈ એક નઝર માટે જ મન બેચેન હોય છે.

નયન માં વસ્યા છે જરા યાદ કરજો,

કદી કામ પડે તો યાદ કરજો,

મને તો પડી છે આદત તમને યાદ કરવાની,

જો હિચકી આવે તો માફ કરજો .

હું એ નથી જે કોઈના જીવન ની વાર્તા બની જાઉં,

હું એ નથી કે કોઈની આંખના આંસુ બની જાઉં,

હું તો એક વહાલ નો દરિયો છું,

જેના જીવનમાં જાઉં તેની જીંદગી બની જાઉં.

હે રાધા વિચાર માત્ર પુલકીત કરી જાય મનને મારા,

જુદાઈ તારી વિચલિત કરી જાય મનને મારા.

લખાઈ જાય જો તૂ ભવોભવ માટે નસીબમાં,

તો આનંદ અલૌકિક મળી જાય મનને મા

“મોત ને હું મુઠ્ઠી માં રાખું છું …

મારા હર એક શ્વાસ ને સાવ ધાન રાખું છું …

કોઈ મારા અરમાનોની હોળી શું કરશે … ગુજરાતી છું હું ,

દિલ માં જ સળગતું સમશાન રાખું છું ..!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *